Olmpic 2024: ઓલિમ્પિક આ મહિલાઓના ઉત્સાહ અને જુસ્સો દરેક માટે પ્રેરણાદાયક બની રહ્


By Smith Taral11, Aug 2024 03:35 PMgujaratijagran.com

સ્ત્રીઓ દિવસે ને દિવસે વિવિધ ક્ષેત્રોમાં તેમનો પરચમ બતાવી રહી છે. ઓલિમ્પિક પણ આમા બાકાત નથી. રમતગમતમા સ્ત્રીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મકકમતા, સંગર્ષ અને જૂસ્સાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. આવો જાણીએ ઓલિમ્પિકમાં ભાગ લેનારી એવી મહિલાઓ વિશે જેમનો રમત પ્રત્યેનો ઉત્સાહ અને જુસ્સો દરેક માટે પ્રેરણાદાયક બની રહ્યો

7 મહિનાની ગર્ભવતી ઓલિમ્પિયન- નાદા હાફિઝ

ઈજિપ્તની તલવારબાજ નાદા હાફિઝ 26 વર્ષની યુવાન વયે 2024 પેરિસ ઓલિમ્પિક અમેરીકન ખેલાડીને પ્રથમ રાઉન્ડમાં જ હરાવી દીધી હતી, અને સૌથી ચોંકવાનારી વાત એ ત્યારે નાદા હાફિઝ 7 મહિનાની ગર્ભવતી હતી. તેમના આ નિર્ણયને જૂસ્સાને સૌ કોઈએ વધાવી લીધો હતો

વિનેશ ફોગટ પર ભારતને ગર્વ છે

વિનેશ ફોગટને માત્ર 100 ગ્રામ વધું વજનના કારણે પેરીસ ઓલિમ્પિક માંથી ડીસક્વોલીફાય કરવામાં આવી હતી, આ સમાચારથી સ્પોર્ટ જગતમાં હાહાકાર મચી ગયો હતો. વિનેશ ફોગાટ ભલે દેશને મેડલ ન અપાવી શકી પરંતું તેમની સંઘર્ષ અને જૂસ્સાથી તેમને દરેક ભારતીયોનું દીલ જીતી લીધું છે.

ચેમ્પિયન મધર- કર્સ્ટિન સ્ઝિમકોવિયાક

2002માં ઓલિમ્પિક ગેમ્સમાં ર્સ્ટિન સ્ઝિમકોવિયાક એવું કરીને બતાવ્યું જેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. 2 મહિનાની ગર્ભવતી કર્સ્ટિન સ્ઝિમકોવિયા સૌથી પડકારજનક રમત જેમાં ખેલાડીએ બરફમાં, મોઢાના બળે નીચે સૂઈને અન્ય ખેલાડી સામે રેસ કરવાની હોય છે આમા કર્સ્ટિન શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીત્યો હતો.

પીવી સિંધુ

પીવી સિંધુ બેડમિન્ટના કોર્ટ પર પહોંચતાજ તે સુપરવુમન બની જાય છે, 8 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમનારી પીવી સિંધુ ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે.

મેરી કોમ

મેરી કોમ 2018માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સર છે. આમના સંઘર્ષની વાર્તા તેમના પર બનેલી ફિલ્મ મેરી કોમમાં જોઈ શકાય છે, જેમાં પ્રિયંકા ચોપરાએ તેમનું પાત્ર ભજવ્યું હતું.

અઝરબૈજાનની યેલાગુલ રમઝાનોવા

છ માસના ગર્ભ સાથે તેમણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો, તીરંદાજ રમઝાનોવા એ શોટ લેતા પહેલા પેટમાં બાળકના કીકનો અનુભવ કર્યો અને ત્યાર પછી તેમણે પરફેક્ટ 10 સ્કોર કર્યો. રમઝાનોવા બતાવી દીધું કે જ્યારે જોશ, જીસ્સો અને રમત પ્રત્યેનો પ્રેમ હોય ત્યારે તમને કોઈ ન રોકી શકે.

લસણ ડુંગળીનો વઘાર કર્યા વગર ટમેટા-બટેટાનું ટેસ્ટી શાક બનાવવાની રીત