લસણ ડુંગળીનો વઘાર કર્યા વગર ટમેટા-બટેટાનું ટેસ્ટી શાક બનાવવાની રીત


By Vanraj Dabhi11, Aug 2024 01:28 PMgujaratijagran.com

ટમેટા બટેટાનું શાક

ડુંગળી અને લસણ વગર ટમેટા બટેટાનું શાકની એક સ્વાદિષ્ટ રેસિપી છે. ખૂબ જ ઓછા સમયમાં સરળ બની શકે છે.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટેટાની છાલ ઉતારી તેને ઝીણા સમારી લો

સ્ટેપ-2

હવે ધાણા, જીરું, કાળા મરી, લીલા મરચાની કટકી અને આદુનો ટુકડો ઉમેરીને પીસી લો.

સ્ટેપ-3

હવે એક પ્રેશર કૂકરમાં તેલ કે ઘી ગર કરી તેમાં રાઈ-જીરું અને આદુ-મરચાની પેસ્ટ વગેરે ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં ટમેટા,ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું, સમારેલા બટેટા ઉમેરીને મિક્સ કરી 2-3 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે લસણ-ડુંગળીના વઘાર વગરની બટેકા-ટમેટાની સબ્જી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Stuffed Kankoda: ચોમાસામાં તમે ભરેલા કંકોડાનું શાક ખાધું કે નહીં!