Stuffed Kankoda: ચોમાસામાં તમે ભરેલા કંકોડાનું શાક ખાધું કે નહીં!


By Vanraj Dabhi10, Aug 2024 03:06 PMgujaratijagran.com

કંકોડાનું શાક

ચોમાસા દરમિયાન વનવગડે ઉગતી સબ્જી કંકોડાનું શાક દરેક લોકોએ ચાખ્યું હશે, આજે અમે ભરેલા કંકોડાનું શાક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કંકોડા,મગફળીનો ભુકો, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, કસુરી મેથી, મીઠું, તેલ, કોથમીર, લીંબુ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કંકોડાને ધોઈ કારેલાની જેમ કંકોડામાંથી બીજ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં આદુ-લસણની પેસ્ટ, મગફળીનો ભુકો, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, કોથમરી, લીંબુ અને તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તૈયાર કરેલા મસાલો કંકોડામાં ભરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી કંકોડા, કસુરી મેથી, મસાલા અને થોડું પાણી નાખીને 15 મિનીટ પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ભરેલા કંકોડાનું શાક તમે ચોમાચા દરમિયાન આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરોતી જાગરણ વાંચતા રહો.

Recipes: ચણાના લોટ વાળું મેથી વટાણાનું શાક આ રીતે ઘરે બનાવો