All Caste Mass Wedding Event: રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો રાતોરાત ફરાર, 28 જાનન


By Vanraj Dabhi22, Feb 2025 01:26 PMgujaratijagran.com

સમુહ લગ્ન

રાજકોટમાં માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.

સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન

રાજકોટના સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં લગ્નના આયોજકો રાતોરાત ફરાર થઈ જતા મામલો ગરમાયો.

લગ્ન અટકી પડ્યા

લગ્નમાં આયોજકો ફરાર થતાં અનેક વહુ-વરરાજા અને જાનૈયાઓ રઝળી પડ્યા હતા.

પોલીસ દો઼ડતી થઈ

સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને મામલો થાળે પાળ્યો હતો.

કોના દ્વારા આયોજન

રાજકોટના ઋષિવંશી ગ્રુપ દ્વારા માધાપરી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 28 યુગલોના લગ્ન માટે જોડાયા હતા.

ડિપોઝીટ પેટે કેટલા રુપિયા

આ સમુહ લગ્ન માટે આયોજકોએ યુગલના પરિવાર પાસેથી રૂ.15થી 40 હજાર ઉઘરાવ્યા હતા.

કોણ છે આયોજકો

સમુહ લગ્નના આયોજકોમાં ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી અને દિલીપ ગોહેલનું નામ સામે આવ્યું છે.

લગ્ન સ્થળ પર હોબાળો

લગ્ન સ્થળે વ્યવસ્થાના અભાવ હોવાથી જાન લીલા તોરણે પાછી વળવાનો વારો આવતા હોબાળો મચતા રાજકોટનાં એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસકાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે લગ્ન કરાવ્યા

મળતી માહિતી મુજબ આ સમુહ લગ્નમાં 6 દીકરીઓના પોલીસે લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટની તોફાની રાધાનો આપઘાત! કારણ અકબંધ