ડ્રોન બનાવતી અગ્રણી કંપની આઈડિયાફોર્જ ટેકનોલોજીનું જાહેર ભરણું ખુલી ગયું છે.
29મી જૂન 2023 સુધી આ જાહેર ભરણામાં રોકાણ કરવાની તક છે. શેરદીઠ પ્રાઈઝ બેંડ રૂપિયા 638થી રૂપિયા 672 સુધી નક્કી કરેલી છે અને શેરમાં લૉટ સાઈઝ 22 શેરની છે.
આઈડિયાફોર્જ ટેકના IPO ખુલ્યો તે અગાઉ તેનું GMP રૂપિયા 475 પહોંચી ગયું છે. રૂપિયા 450થી ઉપર GMP સારો માનવામાં આવે છે.
નાના રોકાણકારો 13 લૉટ એટલે કે 286 શેર માટે અરજી કરી શકે છે. આ માટે રૂપિયા 1,92,192 રોકાણ કરવાનું રહેશે