ક્રુડનું ઉત્પાદન ઘટાડવાના ઓપેકના નિર્ણયની ભારતને અસર નહીં,રશિયા મિત્રતા નિભાવશે


By Nilesh Zinzuwadiya05, Apr 2023 05:05 PMgujaratijagran.com

રશિયા પાસેથી મળતુ રહેશે સસ્તુ ઓઈલ

ભારતીય રિફાઈનર્સને રશિયા પાસેથી ઓછી કિંમતથી ઓઈલ મળવાનું ચાલું રહેશે. ઉત્પાદન ઘટાડાની ભારત પર અસર નહીં થાય કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તુ ઓઈલ મળતુ રહેશે.

ઓપેલ દેશો

ઓપેકના 13 અગ્રણી દેશો કુલ વૈશ્વિક ઓઈલની 44 ટકા હિસ્સેદારી ધરાવે છે. વર્ષ 2018ની માહિતી પ્રમાણે ઓઇલ રિઝર્વમાં 81.5 ટકા હિસ્સેદારી છે. તેમાં સાઉદી, ઈરાન, ઈરાક તથા વેનેઝુએલાનો સમાવેશ થાય છે.

રશિયા સૌથી મોટો ઓઈલ સ્રોત

ભારત માટે રશિયા સતત છઠ્ઠા મહિને માર્ચમાં સૌથી મોટો ઓઈલ સ્રોત બની રહ્યો છે. તેણે 35 ટકા પુરવઠો પૂરો પાડ્યો છે.

ભારત સતત રશિયન ઓઈલની આયાત વધારી રહ્યું છે

ભારતે માર્ચમાં રશિયા પાસેથી દૈનિક 16.4 લાખ બેરલ ઓઈલ ખરીદ્યું છે. જાન્યુઆરીમાં આયાત 14 લાખ બેરલ હતી અને ડિસેમ્બર મહિનામાં 10 લાખ બેરલ આયાત કરી હતી.

વિશ્વ બેંકે વર્ષ 2023-24માં ભારતની વૃદ્ધિનો અંદાજ ઘટાડી 6.3 ટકા કર્યો