આ વિક-એન્ડમાં પરિવાર સાથે જુવો બોલિવુડવી આ ફેમીલી ડ્રામા ફિલ્મો


By Smith Taral03, Aug 2024 04:13 PMgujaratijagran.com

બોલિવુડમાં ઘણી પારિવારીક ફિલ્મો બની છે જેને હજૂપણ લોકો જોવાનું પસંદ કરે છે. કરણ જોહર, સૂરજ બડજાત્યા, યશ ચોપરા સહિત ઘણા ફિલ્મનિર્માતાઓ બોલિવૂડમાં પારિવારીક ફિલ્મો બનાવી ચુક્યા છે. આવો જોઈએ કઈ છે બોલિવુડની બેસ્ટ ફેમીલી ડ્રામા ફિલ્મો.

હમ સાથ સાથ હે

ફેમીલીની વાત આવે ત્યારે આ ફિલ્મ સૌપ્રથમ આપડા માનસપટ પર આવે છે. સલમાન ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન અને મોહનીશ બહલ જેવા અદ્ભૂત કલાકાર સાથે તેની સુંદર વાર્તા જેમાં પરિવારમાં આવતા ઉતાર ચઢાવ અને તેમના વચ્ચેના પ્રેમને ઉજાગર કરે છે

હમ આપકે હૈ કોન

હમ આપકે હૈ કોન ફેમીલી ડ્રામા સાથે તેમા રોમન્ટીક એન્ગલ પણ છે. સલમાન અને માઘુરીની જોડીને આમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આની વાર્તા પણ દર્શોકોને જકડી રાખે તેવી છે, અને ભાવુક પણ કરે છે

કભી ખુશી કભી ગમ

બોલિવુડના મોટા ફિલ્મસ્ટારો આ ફિલ્મમાં એકસાથે જોવા મળે છે. કભી ખુશી કભી ગમ એક ધનીક અને મધ્યમ વર્ગીય પરિવાર વચ્ચેના સંબધને સુંદર રીતે ઉજાગર છે. શાહરુખ અને કાજોલની જોડી આ ફિલ્મથી સુપરહીટ થઈ હતી

સુઇ ધાગા

વરુણ અને અનુશ્કા શર્મા આમા પરિણીત યુગલની ભૂમીકામાં છે જેઓ પોતાના નાનો કપડાંનો વ્યવસાય ખોલે છે જેમા તેમને ઘણી મુશ્કેલીઓ આવે છે છતા તેમના વચ્ચેનો પ્રેમ ઓછો થતો નથી અને વ્યવસાયમાં સફળ થાય છે

પીકુ

શૂજિત સરકાર દિગ્દર્શિત આ ફિલ્મ પિતા અને દિકરી વચ્ચેના સુંદર સંબધ વિશે વાત કરે છે. પિતાના સ્વાસ્થ્ય સમસ્યાથી ચિંતીત કેવી રીતે પીકુ તેમનું ધ્યાન રાખે છે તેનું વર્ણન આ ફિલ્મમા કરવામાં આવ્યું છે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં રાજ અને સિમરનની વાર્તા છે જેઓ યુરોપમાં વેકેશન દરમિયાન પ્રેમમાં પડે છે અને લગ્ન કરવા માટે તેમને પરિવારને મનાવવા સહિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શ્રદ્ધા કપૂરે સ્ટ્રેપલેસ કોર્સેટ ગાઉનમાં શેર કર્યા સુંદર ફોટોઝ, જુવો આ તસવીરો