હોમ મેઈડ ક્રિસ્પી ભજીયા : આ રીતે ઘરે ટ્રાય કરો ડુંગળીના ભજીયા


By Vanraj Dabhi29, Jan 2024 05:30 PMgujaratijagran.com

ડુંગળીના ભજીયા રેસીપી

શિયાળામાં ચા સાથે કઈક મસાલેદાર નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે.ઘણા લોકો શિયાળામાં ચા સાથે ડુંગળીના ભજીયા ખાવાનું પસંદ કરે છે. આવો જાણીએ તેની સરળ રીત.

સામગ્રી

ડુંગળી,ચણાનો લોટ,આદુ,મીઠો લીમડો,લીલા મરચા,કોથમરી,અજમો,લાલ મરચું પાવડ,હળદર,મીઠું,તેલ.

સ્ટેપ- 1

ક્રિસ્પી ડુંગળી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીને સમારીને એક વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં મીઠું,મીઠો લીમડો,ધાણાજીરું,લીલું મરચું,આદુ,અજમો,હળદર અને લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે ચણાનો લોટ ઉમેરીને બધી સામગ્રી સાથે મિક્સ કરી અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ- 4

તેલ બરાબર ગરમ થાય એટલે ભજીયા બનાવીને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.

સર્વ કરો

ડુંગળીના ક્રિસ્પી ભજીયા તૈયાર છે,તમે તેને સાંજના નાસ્તામાં ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ મગના પોપકોર્ન બનાવવાની રીત