વેલેન્ટાઈન ડે પર વન સ્ટોપ ડેસ્ટિનેશન


By Vanraj Dabhi07, Feb 2025 02:26 PMgujaratijagran.com

વેલેન્ટાઈન ડે ટુર

વેલેન્ટાઈન ડે પર મોટાભાગના લોકો બહાર ફરવા જવાનું વિચારતા હોય છે. પરંતુ આજે અમે તમને એવી કેટલાક સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે રોમેન્ટિક પળો વિતાવી શકો છો.

અમદાવાદથી 180KM દૂર

અમદાવાદથી 180 180KMના અંતરે કુદરતના ખોળે આવેલા સુંદર સ્થળની વપલાકાત લઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

અમદાવાદથી 180KM દૂર કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં આવેલી છે.

કેવી રીતે જઈ શકાય?

અમદવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આશરે 4 કલાક જેટલો સમયમાં બસ, ટેક્સિ અને ટ્રેન મારફતે પહોંચી શકાય છે.

સમય

સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો.

ફરવા લાયક સુંદર સ્થળો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

એન્ટ્રી ફી

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવા માટે એન્ટ્રી ફી 120 રુપિયા છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 60 રુપિયા છે.

ફ્લાવર વેલી

અહીં મુલાકાત માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા ચુકવવી પડશે.

સરદાર પટેલ જીયોલોજીકલ પાર્ક

અહીં તમારે એન્ટ્રી ફી 50 રુપિયા ચુકવવા પડશે.આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.

બોટિંગનો આનંદ માણો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગનો આનંદ પણ માણી શકો છો.

રાત્રિ રોકાણ

અહીં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રાત્રિ રોકાણ કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વેલેન્ટાઈન વીક 2025 પર ઓછા બજેટમાં ફરવાના બેસ્ટ લોકેશન