Pav Bhaji: બહાર જેવી પરફેક્ટ પાવભાજી ઘરે બનાવવાની યુનિક રીત


By Vanraj Dabhi27, Sep 2024 11:00 AMgujaratijagran.com

પાવભાજી રેસીપી

પાવભાજી દરેક લોકોને ભાવતી હોય છે, તમે બહાર જેવી જ પાવભાજી ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી નોંધી લો.

સામગ્રી

તેલ, માખણ, જીરું, હિંગ, ડુંગળી-ટામેટાં, લાલ મરચું પાવડર, આદુ-લસણ-મરચાની પેસ્ટ, ટામેટાની પ્યુરી, મીઠું, હળદર, પાવ ભાજી મસાલો, ધાણાજીરું પાઉડર, કોથમરી, ગાજર, કેપ્સીકમ, કોબીજ, લીલા વટાણા, બટાકા, પાણી, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કૂકરમાં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ,ડુંગળી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં લાલ મરચું પાવડર,આદું-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરીને ફ્રાય કરીને પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મધ્યમ તાપ પર પકાવો.

સ્ટેપ-3

હવે હળદર,પાવભાજી મસાલો,ધાણાજીરું ઉમેરો અને પછી તેમાં ગાજર,કેપ્સિકમ,કોબીજ,લીલા વટાણા,બટાકા ઉમેરી મિક્સ કરી થોડું પાણી નાખીને સારી રીતે પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં કોથમીર,લીંબુનો રસ નાખીને મિક્સ કરીને 2 મિનિટ માટે પકાવી લો,ભાજી તૈયાર છે.

સ્ટેપ-5

એક તવામાં થોડું તેલ અને માખણ ઉમેરી ગરમ કરો પાવ મૂકીને બંને બાજુ સારી રીતે શેકી લો.

સર્વ કરો

તૈયાર છે પરફેક્ટ ઢાબા સ્ટાઈલ પાવભાજી, તમે તેનો વરસાદી માહોલમાં ગરમા ગરમ સર્વ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Coriander Chutney: કોથમીરની ચટણી બનાવવાની રીત