Coriander Chutney: કોથમીરની ચટણી બનાવવાની રીત


By Vanraj Dabhi26, Sep 2024 06:11 PMgujaratijagran.com

સામગ્રી

કોથમીર, ફુદીનો, લસણ, દહીં,આમચુર પાઉડર, પાલકના પાન, લીલી મરચા, આદુ, ધાણાજીરું, હિંગ, મીઠું, કાળા મરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ કોથમીર,ફુદીના, પાલક, મરચા, આદુને પાણીથી ધોઈને સાફ કરી લો.

સ્ટેપ- 2

હવે બધી સામગ્રીને ઝીણી કાપી લો અને મિક્સર જારમાં નાખો.

સ્ટેપ- 3

હવે તેમાં લસણ, મીઠું, હિંગ અને 1 ચમચી જીરુ નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ- 4

હવે તેમાં દહીં અને જરૂર મુજબ પાણી વૈકલ્પિક રીતે ઉમેરીને સ્મુધ પેસ્ટ બનાવી શકો છો.

સર્વ કરો

તૈયાર છે કોથમરીની ટેસ્ટી ચટણી, તમે ઢોકળા, ભેળ, પરાઠા, ચાટ અને સમોસા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Shakarpara Recipe:દિવાળી માટે શક્કરપારા બનાવવાની યુનિક રેસીપી