શ્રાવણ મહિનો ભગવાન શિવના સમગ્ર પરિવારને સમર્પિત છે. શ્રદ્ધાળુ પૂરી લગન અને શ્રદ્ધાથી શિવ ભક્તિમાં લીન રહે છે.
શ્રાવણમાં આવનારી ચતુર્થી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે.
આ વખતની વિનાયક ચતુર્થીના દિવસે 5 શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગમાં તમે વ્રત રાખો છો તો ભગવાન સારા આશિર્વાદ આપે છે.
19 ઓગસ્ટ 2023ના દિવસે ચતુર્થી તિથિ છે.
આ ચતુર્થી તિથિ પર સાધ્ય અને શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે અને સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ સિદ્ધિ પણ બની રહ્યા છે.
વિનાયક ચતુર્થીના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 11.06થી બપોરે 1.43 સુધી છે.