ઘણાં લોકો દિવસ દરમિયાન મસાલેદાર ખોરાક ખાતા હોય છે,અથવા જમ્યા પછી તરત જ સૂઈ જાય છે, તણાવ અનુભવતા હોય છે, આ દરેક ને લીધે શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે, અને એસિડિટી જેવી તકલીફ ઊભી થાય છે. જો તમને પણ આ તકલીફ રહેતી હોય તો તમેં તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આનો ઈલાજ કરી શકો છો
આ કુદરતી સ્વીટનર, તમારા પેટ માટે ઉત્તમ છે. તેમાં મેગ્નેશિયમ ભરપુર માત્રામાં રહેલું હોય છે જે તમારા પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. ખાધા પછી, ગોળનો એક નાનો ટુકડો અચૂકથી ખાવો
વરિયાળીના બીજ મુખવાસ માટે જ નહિ નહી પરંતુ તે પેટમાં એસિડનું સ્તર ઘટાડે છે અને ખોરાકને વધુ સારી રીતે પચાવવામાં પણ મદદ કરે છે.
ફુદીનાના પાન માત્ર પાચનમાં મા જ અસરકારક નથી પરંતુ તે એસિડીટીમા પણ રાહત આપે છે
પ્રાચીન કાળથી કાળા જીરુંને પાચન સમસ્યાઓના ઈલાજ માટે ઉપયોગ લેવામાં આવે છે. કાળું જીરુ પાચન ઉત્સેચકોને સંતુલિત કરી એસિડનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે
પ્રાચીન કાળથી કાળા જીરુંને પાચન સમસ્યાઓના ઈલાજ માટે ઉપયોગ લેવામાં આવે છે. કાળું જીરુ પાચન ઉત્સેચકોને સંતુલિત કરી એસિડનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે
લવિંગ મોઢામાં લાળના ઉત્પાદનમાં વધારો કરીને એસિડિટીને ઓછું કરે જે પરિણામે પાચનમાં તમને મદદ કરે છે.
એપલ સીડર વિનેગર પેટના pH સ્તરને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે, એસિડિટી ઘટાડે છે.
હૂંફાળું પાણી પેટને સાફ કરવામાં, એસિડિક સ્તરને ઘટાડવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.
એલચી તેના પાચન ગુણધર્મો માટે જાણીતી છે. તે શરીરમા એસિડ વધતા અટકાવે છે અને પાચનતંત્રને સરળ કરે છે.