તમારા બાળકોને સવારે વહેલા જગાડવા માટે આ 6 સરસ રીત અપનાવો


By Jivan Kapuriya07, Aug 2023 06:03 PMgujaratijagran.com

બાળકોને સવારે જગાડો

સવારે ઉઠાડીને શાળાએ જવું એ બાળકો માટે કોઈ ચેલેન્જથી ઓછું નથી. વેકેશન પછી આ સમસ્યા ઘણી વધી જાય છે.

સવારે વહેલા કેવી રીતે ઉઠાડશો

બાળકોને સવારે વહેલા જગાડવા માટેની કેટલીક ટિપ્સ તમારી સાથે શેર કરી રહ્યા છીએ, જેને અનુસરીને બાળકોની સવારે વહેલા ઉઠવાની સમસ્યા દૂર થઈ શકે જશે.

સમસ્યા સમજો

જો બાળક સવારે વહેલું ઉઠી શકતું નથી,તો તેના માટે તમારે સમજવું પડશે કે તે જે કારણે ઉઠવામાં મુશ્કેલી થાય છે.

ઊંઘ

નિષ્ણાતો કહે છે કે શાળાના બાળકોને ઓછામાં ઓછા 10 કલાકની ઊંઘની જરૂર છે. આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવું પડશે કે બાળકો ફોન જાવામાં સૂવાનો સમય ન બગાડે.

વ્હાલ સાથે જગાડો

કેટલાક માતા-પિતા સવારે બાળકોને ઠપકો આપે છે,પરંતુ આવું ન કરવું જોઈએ. બાળકોને પ્રેમથી ઉઠાડો અને તેની સાથે પ્યારી વાતો કરો.

સારો નાસ્તો કરો

સવારે સારો નાસ્તો તૈયાર કરવો જોઈએ. આ કારણે બાળક જાતે જ ખાવા માટે આવી જશે.

સંગીત વગાડો

તમે સવારે બાળકના રૂમમાં તેનું મનપસંદ ગીત વગાડી શકો છો.તેનાથી સારું વાતાવારણ બનશે અને બાળક આનંદ પૂર્વક ઉઠી જશે.

સવારને વ્યસ્ત બનાવો

જો તમે બાળકને જગાડ્યું હોય અને તેને સવારે કંઈ કરવાનું ન હોય તો બાળક ફરીથી ઊંઘી શકે છે. આ માટે તમારે બાળકોને વ્યસ્ત રાખવા જોઈએ.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

શું બપોરે જમ્યા પછી સૂવુ યોગ્ય છે?, દરેક લોકો અહીં ક્લિક કરીને જાણી લે