એક કોટન પેડને ઓલિવ ઓઇલમાં ડિપ કરીને ચહેરા પર લગાવો અને નરમ હાથથી રબ કરો. ત્યારબાદ પણીથી ધોઇ લો. મેકઅપ સરળતાથી નીકળી જશે.
વાળમાં ચ્યુઇંગમ ચોંટી ગઇ હોય તો ઓલિવ ઓઇલ લગાવીને દસ મિનિટ સુધી રહેવા દો, ચ્યુઇંગમ નિકળી જશે.
ગર્ભાવસ્થા અથવા તો વજન ઓછું કર્યાં પછી ઘણાંને સ્ટ્રેચ માર્ક થઇ જાય છે. સ્ટ્રેચ માર્ક ઉપર ઓલિવ ઓઇલ લગાવીને મસાજ કરો, ધીરે ધીરે સ્ટ્રેચ માર્ક ઘટવા લાગશે.
રાત્રે સૂતા પહેલાં ઓલિવ ઓઇલના અમૂક ટપકા કાનમાં નાંખો. સવારે ઊઠીને કોટન બર્ડ્સથી કાન સાફ કરી લો. કાનનો મેલ સરળતાથી નીકળી જશે.
જો સ્ટીલના વાસણોમાં ગંદકી જમા થઇ ગઇ હોય તો તેના પર ઓલિવ ઓઇલના કેટલાક ટપકાં નાખો અને નરમ હાથે સાફ કરો, વાસણ ચમકવા લાગશે.