OLA ઈલેક્ટ્રિક તેના EV માટે પશ્ચિમ એશિયા તથા US-આધારિત વૈશ્વિક ખાનગી ઈક્વિટી ફંડ એકત્રિત કરવા જઈ રહી છે.
આ પગલાથી કંપનીના પ્રમોટર્સ તેમનો હિસ્સો ઘટાડી 37-38 ટકા સુધી કરશે,જે અત્યારે 40 ટકા છે. OLA 300 મિલિયન ડોલરની આ ડીલને ટૂંક સમયમાં પૂરા કરશે
તાજેતરમાં જ OLA ઈલેક્ટ્રિકે તમિલનાડુ સરકાર સાથે એક MoU સાઈન કર્યાં છે. તમિલનાડુના કૃષ્ણનગિરીમાં એક સિંગલ લોકેશન EV હબ બનાવશે.
300 મિલિયન ડોલરની આ સમજૂતી સાથે ઓલા ઈલેક્ટ્રિકનું ઈલેક્ટ્રિક-ટુ-વ્હીલર (E2W) બિઝનેસ અગાઉથી જ પોઝિટિવ થઈ ચુક્યા છે. ફંડ મારફતે ટુ-વ્હિલર પ્લાન્ટ રજૂ કરશે.
ઓલા ઈલેક્ટ્રિક અગાઉથી જ દેશની સૌથી મોટી E2W કંપની અને અગાઉ 200,000થી વધારે ઈ-સ્કૂટર વેચી ચુકી છે.