રાંધતી વખતે તેના સ્વાદને વધારવામાં તેલ મુખ્ય ભૂમિકા ભજવે છે. કોઈ પણ વાનગી બનાવતી વખતે સૌ પ્રથમ તેલ નાંખવામાં આવે છે. જેના માટે ઘણાં લોકો સરસવનું તેલ અર્થાત સરસિયાનો ઉપયોગ કરે છે, તો કેટલાક ઘી વાપરે છે.
સ્વાસ્થ્ય માટે કેટલાક તેલનો ઉપયોગ સારો નથી માનવામાં આવતો. આથી જ ખોરાક માટે તેલની પસંદગી કરતી વખતે તમારે સતર્ક રહેવું જોઈએ. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે, રાંધતી વખતે ક્યા તેલનો ઉપયોગ ના કરવો જોઈએ.
કોર્ન ઑઈલ અર્થાત મકાઈનું તેલ આ લિસ્ટમાં પ્રથમ નંબર પર આવે છે. આ તેલથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા મળે છે, પરંતુ કેટલાક લોકો જો ડાયટમાં મકાઈના તેલને સામેલ કરે, તો તેમને પેટમાં બળતરા, વજન વધવા તેમજ હાર્ટ સબંધિત સમસ્યા થઈ શકે છે.
સોયાબીનનું તેલ સોયાબીનના છોડના બીજમાંથી નીકાળવામાં આવે છે. આ તેલથી બનાવવામાં આવેલ ખોરાક ખાવાથી ડાયાબિટીસ અને વજન વધવાની સમસ્યા થઈ શકે છે.
આમ તો રાઈસ બ્રાન ઑઈલનો ઉપયોગ ખોરાક રાંધવા માટે સુરક્ષિત માનવામાં આવે છે. જો તે આ તેલ વધારે પડતું ખાવામાં આવે, તો ગેસ અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
આ તેલ કનોલાના બીમાંથી બનાવવામાં આવે છે, જે સરસિયાંની જેમ જ હોય છે. સામાન્ય રીતે કનોલા તેલનો ઉપયોગ રસોઈ બનાવતી વખતે અને ફૂડ પ્રોસેસિંગ માટે કરવામાં આવે છે. જો કે તેને નિયમિત ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં સોજા અને ઑક્સિડેટિવ સ્ટ્રેસનો ખતરો વધી જાય છે.
સન ફ્લાવર અર્થાત સૂરજમુખીનું તેલ હેલ્ધી હાર્ટ માટે ફાયદેમંદ માનવામાં આવે છે. જો કે કેટલાક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે, તે વિષયુક્ત કેમિકલ છોડે છે. આથી આ તેલનો વધારે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.