સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટવાળા તેલ કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીનું કારણ બને છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો, તમારે કેટલાક ખાસ પ્રકારના તેલનો ઉપયોગ કરવો જોઇએ.
ઓલિવ ઓઇલ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ઓછું કરે છે અને સાથે વજન પણ કંટ્રોલ કરે છે. આ તેલનો ઉપયોગ સલાડ અને ખાવા બનાવવા માટે થાય છે.
આ તેલનો ઉપયોગ ખાવાનું બનાવવામાં વધારે થાય છે, કોપરેલ તેલ મેટાબોલીજમને સારું રાખે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.
આ તેલ સેસામોલ અને સેસામિનોલ જેવા એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. તલનું તેલ વજન ઘટાડવા માટે ઉત્તમ ગણાય છે. આ તેલ ડાયાબિટીસમાં પણ ગુણકારી છે.
સનફ્લાવરનું તેલ સૂર્યમુખીના ફૂલોમાંથી કાઢવામાં આવે છે, જે હેલ્ધી હોય છે. આનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે સાથે જ શરીરમાં સોજા અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ સુધારે છે.