ભગવાન ગણેશજીને અર્પણ કરો આ વસ્તુઓ, સફળતા જરૂર મળશે


By 20, Feb 2023 07:00 AMgujaratijagran.com

ભગવાન ગણેશજીની પૂજા

જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવાયા છે. સમગ્ર દેવોમાં સર્વ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

વિઘ્નહર્તા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશજી પર આ વસ્તુઓને અર્પણ કરવામાં આવે તો ગણેશજી દરેક દુખ દૂર કરે છે. સાથે જ ભગવાનની કૃપા ભક્તો ઉપર રહે છે.

હળદર ચઢાવો

ભગવાન ગણેશજીને હળદર ચઢાવવી ખૂબ જ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આવું કરવાથી તમામ સંકટ દૂર થાય છે.

નારીયળ

હિન્દુ ગ્રંથોમાં નારીયળને માતા લક્ષ્મીનું બીજું રૂપ ગણવામાં આવે છે. ભગવાન ગણેશજીને નારીયળ ચઢાવવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

લાડુ અને મોદક

ભગવાન ગણેશજીને લાડુ અને મોદક ખૂબ જ પ્રિય છે. એવી માન્યતા છે કે ગણેશજીને લાડુ અથવા મોદકનો ભોગ લગાવવાથી ઇચ્છા પૂરી થાય છે.

સોપારી

સોપારીને ગણેશજીનું બીજું રૂપ માનવામાં આવે છે. ગણેશજીને સોપારી અર્પણ કરવાથી ઘરમાં બરકત આવે છે.

દૂર્વા

દરેક પૂજામાં દૂર્વાનો સમાવેશ કરવામાં આવે છે, ગણેશજીને ખૂબ જ પ્રિય છે. ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે.

ગલગોટાના ફૂલ

ગલગોટાના ફૂલ ભગવાનને ખૂબ જ પ્રિય છે, જ્યારે પણ ભગવાન ગણેશજીની પૂજા કરો ત્યારે ગલગોટાનો હાર અથવા ફૂલ જરૂર અર્પણ કરો.

Vastu Tips: આ વાતનું ખાસ ધ્યાન રાખો, તમારું જીવન સુધરી જશે