Nylon Khaman Dhokla Recipe: નાયલોન ખમણ ઢોકળાની રેસિપી


By Hariom Sharma03, Sep 2025 02:52 PMgujaratijagran.com

રેસિપી

આજે બજાર જેવા નાયલોન ખમણ ઢોકળા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

સામગ્રી

ચણાની દાળ, આદુ, લીલાં મરચાં, હળદર પાવડર, દહીં, તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, સોડા, લીંબુનો રસ, રાઈ, હિંગ, ખાંડ, મીઠા લીમડાના પાન, પાણી, કોથમીર.

સ્ટેપ-1

ચણાની દાળને ધોઈને સારી રીતે નીતારી લો. 3 કપ પાણી ઉમેરીને તેને 3-4 કલાક પલાળી રાખો.

સ્ટેપ-2

હવે એક ગ્રાઇન્ડરમાં ચણાની દાળ નાખીને સ્મૂધ બેટર જેવી પીસીને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢીને આખી રાત આથો આવવા દો.

સ્ટેપ-3

હવે બેટરમાં છીણેલું આદુ, લીલા મરચાની પેસ્ટ, દહીં, તેલ, હળદર પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરીને બેટરમાં મિક્સ કરીને સ્ટીમિંગ ટ્રેમાં થોડું તેલ ગ્રીસ કરો અને ખમણનું બેટર ટ્રેમાં નાખો.

સ્ટેપ-5

હવે તેને 15 મિનિટ માટે બેટરને વરાળમાં પકાવીને ખમણને સ્ટીમરમાંથી કાઢીને નાના ચોરસ ટુકડા કરો.

સ્ટેપ-6

એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ,લીલા મરચાંના ટુકડા, હિંગ, ખાંડ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરીને ખમણના ટુકડા ઉપર ટેમ્પરિંગ રેડો. હવે તેના પર સમારેલી તાજી કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વરસાદની સિઝનમાં સ્કિન રોગથી બચવા માટે આ ટિપ્સને અનુસરો