ડાયાબિટીસમાં સુતા પહેલા દુધમાં આ વસ્તુુ ઉમેરીને પીવું છે ફાયદાકારક


By Smith Taral08, Sep 2024 01:37 PMgujaratijagran.com

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગરનું નિયંત્રણ સૌથી મોટી ચિંતાનો વિષય બની જાય છે. લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફારો સાથે કેટલીક સાદી અને અસરકારક ઘરગથ્થુ રીતો શુગરનું નિયંત્રણ કરવામા તમને મદદ કરી શકે છે. જો તમે સુતા પહેલા દુધમાં આ વસ્તુ ઉમેરીને પીવો છો તો તમને ઘણે અંશે સુગંર નિયંત્રણમાં લાવી શકો છો

જાયફળ

જાયફળ માત્ર સ્વાદ જ નથી વધારતું, પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. સંશોધનો દર્શાવે છે કે જાયફળમાં એવા ગુણો છે, જે તમારી શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જાયફળનું મહત્વ

જાયફળ માત્ર રસોઈમાં સ્વાદ વધારવાનું મસાલો નથી, પરંતુ તેનું ઔષધી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જાયફળમાં રહેલા ગુણ છે જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

રાત્રે સૂતા પહેલાં દૂધ સાથે જાયફળ

બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે રાત્રે સૂતા પહેલાં દૂધમાં થોડી માત્રામાં જાયફળ મિક્સ કરીને પીવું એક અસરકારક ઉપાય છે. દૂધ અને જાયફળનું મીક્સ કરીને પીવાથી તમારા શરીરમાં હોર્મોનના સ્તરને સુધારે છે, અને આરામ કરતી વખતે તે સુગર લેવલ નિયંત્રિત કરે છે.

સવાર સુધી બ્લડ શુગરમાં સુધારો

આ રેસીપી તમારા બ્લડ શુગરને ઘટાડવામાં સહાય કરી શકે છે, જેથી સવાર સુધીમાં શુગર લેવલમાં ફેરફાર જોઈ શકાય.

કાજુ ખાવાથી વજન વધે છે કે ઘટે છે? જાણી લો