નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડનો રૂપિયા 300 કરોડનો IPO કેટલાક દિવસ માટે અટકી ગયો છે. SEBIએ ઈશ્યુને થોડા સમય માટે મુલત્વી રાખ્યો છે.
NSE સામે પેન્ડિંગ તપાસ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે, જે NSDLમાં બહુમતિ હિસ્સેદારી ધરાવે છે. સેબીના નિયમો પ્રમાણે સ્થગિત અવધિ 90 દિવસ હોય છે.
NSDLના IPLનું કદ આશરે 3 હજાર કરોડનું હોવાની આશા છે અને તે વર્તમાન શેરધારકો દ્વારા હિસ્સેદારી રજૂ કરનાર છે એટલે કે OFS છે.
NSE અને IDBI બેંક ડિપોઝીટરીમાં સૌથી મોટા શેરધારકો પૈકી એક છે, જેમની પાસે અનુક્રમે 24 ટકા તથા 26.1 ટકા હિસ્સેદારી છે.