પીળા નહીં, લાલ કેળા સ્વાસ્થ્ય માટે છે ગુણકારી


By Hariom Sharma03, Aug 2023 10:00 AMgujaratijagran.com

તમે બજારમાં પીળા રંગના કેળા તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય લાલ રંગના કેળા જોયા છે? તમને જણાવી દઇએ કે લાલ રંગના કેળા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, અને આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.

બ્લડ ક્લોટિંગ થતું નથી

લાલ કેળામાં બીજા કેળા કરતાં વધારે માત્રામાં બીટા-કેરોટીન રહેલું હોય છે. આ બીટા-કેરોટીન આર્ટરીજમાં લોહીના ગઠ્ઠા જમા નથી થવા દેતા, સાથે આ જ આ કેન્સર અને હૃદયને લગતી બીમારીઓથી પણ બચાવે છે.

પાચન શક્તિ વધારે

લાલ કેળામાં વિટામિન બી-6 ભરપૂર માત્રામાં રહેલું હોય છે. આ શરીરમાં હિમોગ્લોબિન વધારે છે. આ પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ

લાલ કેળાના સેવનથી માણસ ડાયાબિટીસન કંટ્રોલ કરી શખે છે. લાલ કેળામાં ગ્લાઇસેમિક રિસ્પોન્સ ઓછા હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

ન્યૂટ્રિએન્ટ્સ

લાલ કેળા ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. એક નાના લાલ કેળામાં 90 કેલેરી હોય છે, સાથે જ તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન બી-6, મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા પોષકતત્ત્વો ઉચ્ચ માત્રામાં રહેલા હોય છે.

બ્લડ પ્રેશર

લાલ કેળામાં પોટેશિમય ભરપૂર હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. બીપીની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક હોય છે.

આંખોની રોશની વધારે

લાલ કેળાના સેવનથી આંખોની રોશની વધે છે. આમાં બીટા-કેરોટિનોઇડ અને વિટામિન એ રહેલા હોય છે, જે આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક હોય છે.

ઈમ્યૂનિટી મજબૂત

ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે આપણે ઘણા ફળોનું સેવન કરીએ છીએ. લાલ કેળામાં વિટામિન સી અને વિટામિન બી-6 ભરપૂર માત્રામાં હોય છે, આ કારણે આ ફળ ઈમ્યૂનિટી મજબૂત બનાવે છે.

ઓફિસમાં આવે છે ઊંઘ, હોઇ શકે છે આ ગંભીર બમારી