નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ 2024-25 રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. જાણો ક્યા વિભાગમાં કેટલા રૂપિયાની કરી ફાળવણી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર સૌથી વધુ સંરક્ષણ ક્ષેત્રે માટે 4.5 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
નિર્મલા સીતારમણે બીજા નંબરે ગ્રામીણ ક્ષેત્ર માટે 2.6 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
નાણામંત્રીએ ત્રીજા નંબરે કૃષિ ક્ષેત્ર માટે 1.51 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
સરકારે હાઉસિંગ વિભાગ માટે 1.50 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં પીએમ આવાસ યોજનાનો પણ સમાવેશ થાય છે.
સરકારે શિક્ષણ ક્ષેત્રમાં 1.25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને સ્વાસ્થય પર 89 હજાર કરોડની ફાળવણી કરી છે.
આઈટી વિભાગને પ્રોત્સાહન આપવા માટે સરકારે 1.1 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
સરકારે ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 68 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને સાથે સામાજિક કલ્યાણ માટે 56 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.