જો તમને રીંગણ ખાવાનું પસંદ ન હોય તો તેનો ઓળો બનાવીને ખાઈ શકો છો. બાળકોને તેનો સ્વાદ ખુબ જ પસંદ આવે છે.
રીંગણ, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, લીલા મરચા, જીરું, હળદર, લાલ મરચાં, ધાણા પાવડર, મગફળીનું પાવડર, મીઠું અને લીલા ધાણા.
સૌથી પહેલા રીંગણને પાણીથી ધોઈ રીંગણમાં કાપા કરો અને તેમાં 3-4 લસણની કળીઓ મૂકો અને રીંગણ પર તેલ લગાવી ગેસ પર શેકવા માટે મૂકો.
રીંગણ બધી બાજુથી બરાબર શેકાય જાય એટલે તેની છાલ ઉતારી લો અને મસળી દો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં સૂકું લાલ મરચું, જીરું, લીલું મરચું, લસણ અને આદુ નાખી સાંતળો.
આ બધું જ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખી સાંતળી લો.
બધાજ મસાલા બરાબર સંતળાઈ જાય એટલે તેમાં મીઠું અને મરચું નાખો અને બરાબર ચઢવી લો.
હવે તેમાં રીંગણ નાખો અને ઓળાને ગરમ મસાલા સાથે બરાબર ચઢવા દો.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.