નિપાહ વાયરસ એ પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાયેલી એક બીમારી છે, ખાસ કરીને ચામાચીડિયા દ્વારા ફેલાઈ છે,તે હવામાં જ નહીં પરંતુ કોઈપણ પદાર્થ કે ફ્લૂલ્ડ ટીપા દ્વારા ફેલાય છે, આવી સ્થિતિમાં તેના લશ્રણો અને બચવા માટેના ઉપાયો ખૂબ જ મહત્વ પૂર્ણ છે, ચાલો તેના વિશે જાણીએ.
નિપાહ વાયરસ એક ઝૂનોટિક રોગ છે, જે ચામાચીડિયા તેમજ ડુક્કર,બકરા,ઘોડા,કૂતરા અને બિલાડીઓ દ્વારા ફેલાય છે.
આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે, નિપાહ વાયરસથી સંક્રમિત લોકોને શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેના સામાન્ય લક્ષણોમાં તાવ,માથાનો દુખાવો,બેહોસ,ઉધરસ અને ઉલટી વગેરે થાય છે,વધુમાં ગંભીર લક્ષણોમાં પેટમાં દુખાવો,હુમલા અને કોમાનો વગેરેનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર નિપાહ વાયરસને રોકવા માટે હાલમાં કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી, આવી સ્થિતિમાં જો પ્રારંભિક લક્ષણો વર્તાઈ તો તરત જ ડોક્ટરની સલાહ લો.
કંઈ પણ ખાતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખો કે તે ચામાચીડિયાએ ખાધું નથી કે તેના પર ચરક નથી.
નિપાહ વાયરસથી સંક્રમિત કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળો, જો તમે આમ નહીં કરો તો આ વાયરસ તમારા સુધી પણ પહોંચી શકે છે.
જો તમે જાણતા-અજાણતા કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો છો,તો તરત જ તમારા હાથને સાબુથી સારી રીતે સાફ કરો.
નિપાહ વાયરસથી પોતાને બચાવવા માટે આ બાબતોનું ધ્યાન રાખો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.