બાળકોને પીવડાવો મગ દાળનું પાણી, મળશે આ ફાયદા


By Hariom Sharma15, Sep 2023 07:44 PMgujaratijagran.com

દાળ

બાળપણમાં ખૂબ જ જરૂરી હોય છે કે તમે બાળકના ખાનપાનમાં ખાસ ધ્યાન રાખો. મગ દાળનું પાણી બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

મગ દાળ

મગ દાળમાં ઘણાં બધાં પોષકતત્ત્વો રહેલા હોય છે. મગ દાળમાં પોટેશિયમ, ફોસફોરસ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોલેટ, નિયાસિન, થાયમિન, રાઇબોફ્લેવિનની સાથે ઘણાં અન્ય વિટામિનના સોર્સ મળી શકે છે.

ફાયદાકારક

મગ દાળનું પાણી પીવાથી શરીરને સારી ઊર્જા મળે છે. મગ દાળના પાણીથી શરીરના થાકમાં આરામ મળે છે.

ડાયઝેશન સિસ્ટમ

બાળકોને થતો ગેસ, અપચો, કબજિયાતની સાથે અન્ય તમામ સમસ્યાઓમાં મગ દાળનું સેવન ખૂબ ગુણકારી હોય છે. મગ દાળનું પાણી પીવાથી બાળકોને ડાયઝેશન સિસ્ટમ મજબૂત બને છે.

રોગ પ્રતિકારક ક્ષમતા

મગ દાળના પાણીનું સેવન કરવાથી બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધુ મજબૂત બને છે. સાથે જ તાવ, સરદી અને ખાંસીની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

શાર્પ માઇન્ડ

મગ દાળનું પાણી પીવાથી બાળકોનું મગજ શાર્પ રહે છે અને યાદશક્તિ મજબૂત બને છે. મગમાં ફોલિક એસિડ હોય છે.

વિશેષતા

પ્રોટીનથી ભરપૂર મગ દાળને સુપરફૂડ્સમાં ગણવામાં આવે છે. આ શાકાહારી અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.

કેવી રીતે દાળ બનાવી?

મગ દાળને અડધો કપ લઇને ધોઇ કાઢો અને તેને પ્રેશર કૂકરમાં 2 ગ્લાસ પાણી, 1 ચપટી હળદર, થોડું ઘી અને સ્વાદપ્રમાણે મીઠું મિક્સ કરીને 5 વખત કૂકરની સીટી વાગવા દો.

ફેફસાને સ્વસ્થ રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આ ફૂડ્સ