સ્ત્રીઓ સામાન્ય રીતે સ્કિન ટોન માટે ઘણી ટિપ્સ ફોલો કરતી હોય છે. સ્કિનને નિખારવા માટે તમે બીજી કઈ ટિપ્સ ફોલો કરી શકો છો, એ આજે આપણે આજની સ્ટોરીમાં જાણીશું.
જો તમે સારી સ્કિનને ગ્લોઇંગ અને હેલ્ધી રાખવા ઈચ્છો છો, તો રાત્રે સૂતા પહેલા કેટલીક બ્યુટી ટિપ્સ અવશ્ય ફોલો કરો. આ ટિપ્સ ચહેરાની ગ્લો વધારી શકે છે.
ત્વચાની સંભાળ માટે સૌથી મહત્વની વાત એ છે કે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારે સ્વચ્છ પાણીથી ફેસવોશ કરવું.
જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાકડીનો રસ લગાવો તો તેનાથી ત્વચાને ઠંડક અને ગ્લો બંને મળશે.
સ્વસ્થ અને ગ્લોઇંગ સ્કિન રાખવા માટે, રાત્રે નાળિયેર તેલથી તમારા ચહેરાની માલિશ કરો અને સવારે તેને ધોઈ લો.
રાત્રે વધુ સમય સુધી જાગવું સ્કિન અને શરીર બંને માટે સારું નથી, તેથી દરરોજ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો
એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. રાત્રે સૂતા પહેલા એલોવેરાથી ત્વચા પર માલિશ કરવાથી સ્કિન નરમ અને સ્વસ્થ રહે છે.
જીવનશૈલી અને બ્યુટી ટીપ્સ સંબંધિત વધુ સ્ટોરી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.