આજકાલ આપણા ખાનપાન અને ખરાબ રૂટીનની અસર આપણા સ્વાસ્થ્ય પર ઝડપથી પડી રહી છે તેમા વાળ સંબંધિત પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાળ ખરવા અને ગ્રોથ ઓછો થવો, એ આજના યુવાનોની મોટી તકલીફ છે. તો આજે આ તકલીફના નિવારણ માટે આપણે જાણીશું એવી 3 વસ્તુઓ વિશે જેના ઉપયોગથી તમને આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો
સરસવના તેલમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રમાં જોવા મળે છે. આ ગુણો વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
મેથી આયુર્વેદિક ર્દષ્ટિએ એક ખૂબ સારું ઔષધ છે, આમાં રહેલા ગુણો વાળની અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. મેથીને સરસવના તેલમાં લગાવવાથી વાળ લાંબા અને ઘટ્ટ બને છે. તેનાથી વાળ ખરતા પણ ઓછા થાય છે.
આ માટે સરસવના તેલમાં 3 ચમચી મેથી મિક્સ કરો. તેને ધીમી ગેસ પર પર 5 મિનિટ સુધી ઉકાળો. આ પછી તેને ઠંડુ કરીને વાળમાં લગાવો. યાદ રાખો, તેલને વ્યસ્થિત રીતે ઠંડુ કરીને જ લગાવું, ગરમ તેલ તમારી સ્કેલ્પને નુકસાન પહોંચાડી શકે છે.
આ માટે એક બાઉલમાં સરસવનું તેલ લઇ તેમાં એક ઈંડાનો સફેદ ભાગ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને વાળમાં 3-4 કલાક માટે લગાવો. આ પછી વાળ ધોઈ લો.
મીઠો લીમડો ફક્ત જમવા બનાવામાં જ સારો નથી પરંતુ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળ લાંબા અને સુંદર બને છે.
એક બાઉલમાં સરસવનું તેલ અને કરી પત્તા મિક્સ કરીને ગરમ કરો. તેને થોડીવાર પકાવો અને પછી તેને ઠંડુ કરો. તેને અઠવાડિયામાં 3 વાર લગાવો અને તમને ફરક દેખાવા લાગશે.
આ 3 વસ્તુઓને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી તમારા વાળ સુંદર અને ભરાવદાર બનશે. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ