શરદી અને ખાંસી સિવાય જે બીજી મોટી સમસ્યા આપણને શિયાળામાં રહેતી હોય તો એ છે ડેન્ડ્રફ. આ સમસ્યાને કારણે વાળ ખરવા પણ લાગે છે. જો તમે પણ ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો ચાલો જાણીએ કે લીંબુ અને નારિયેળના તેલનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.
તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર આ દેશી ઉપચાર તમને વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળ તેલમાં એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે વાળને કોઈપણ સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.
નાળિયેર તેલ અને લીંબુના રસને સૌ પ્રથમ એક બાઉલમાં લો.
હવે તમે તમારા વાળની લંબાઈ પ્રમાણે નારિયેળ તેલ લઈ શકો છો. હવે આ તેલમાં અડધા લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો.
લાઈટ શેમ્પૂથી વાળ ધોઈ લો. આમ કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક દેખાવા લાગશે.
તમે અઠવાડિયામાં 2-3 વખત આ તેલને લગાવી શકો છો. જેના કારણે માથામાંથી ધીમે-ધીમે ડેન્ડ્રફ દૂર થવા લાગશે.
લીંબુ અને નાળિયેર તેલનું આ કોમ્બો વાળમાં શાઇન લાવે છે. આ ઉપરાંત, તે સ્કેલ્પમાં થતી ખંજવાળ અને ઇન્ફેક્શનથી પણ રાહત આપે છે.
મોટી માત્રામાં લીંબુનો ઉપયોગ ના કરવો, એ વાળને અને અને માથાની ચામડીને નુકશાન પહોંચાડી શકે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ