લગ્ન બાદ પ્રથમ વખત વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે આ બૉલિવૂડ કપલ


By Sanket Parekh14, Feb 2023 03:33 PMgujaratijagran.com

વેલેન્ટાઈન ડે

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ હોય છે

બૉલિવૂડ કપલ્સ

આ વર્ષે અનેક એવા બૉલિવૂડના કપલ્સ છે, જે લગ્ન બાદ પ્રથમ વખત એકબીજા સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરતાં જોવા મળશે.

અથિયા-કેએલ રાહુલ

જાન્યુઆરી-2023માં લગ્નના બંધનમાં બંધાયેલા અથિયા-કેએલ રાહુલ લગ્ન બાદ પ્રથમ વખત વેલેન્ટાઈન ડે મનાવશે

કિયારા-સિદ્ધાર્થ

વેલેન્ટાઈન વીકના પ્રથમ દિવસે એટલે કે 7 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાયેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો પણ લગ્ન બાદ આ પ્રથમ વેલેન્ટાઈન ડે હશે

હંસિકા-સોહેલ

ગત વર્ષે ડિસેમ્બર-2022માં લગ્નના બંધનમાં બંધાયેલા હંસિકા મોટવાની અને તેનો પતિ સોહેલ કથૂરિયાનો પણ આ પ્રથમ વેલેન્ટાઈન હશે

ઋચા-અલી ફઝલ

એક્ટ્રેસ ઋચા ચઢ્ઢા અને અલી ફઝલે પણ ઑક્ટોબર-2022માં લગ્ન કર્યાં છે. જેમનો પણ આ પ્રથમ વેલેન્ટાઈન હશે

આલિયા-રણવીર

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ગત વર્ષે 14 એપ્રિલ, 2022ના એકબીજાના થઈ ગયા. એટલે કે લગ્ન બાદ આ રોમેન્ટિક કપલ પણ એકસાથે વેલેન્ટાઈન મનાવશે

નયનતારા-વિગ્નેશ

સાઉથ એક્ટ્રેસ નયનતારા અને વિગ્નેશે પણ વર્ષ 2022માં સપ્તપદીના સાત ફેરા ફર્યાં છે. આ ક્યૂટ કપલ પણ પ્રથમ વખત એકસાથે વેલેન્ટાઈન સેલિબ્રેટ કરશે.

Health Tips: પ્રકૃતિના નિયમ અનુસાર રહેવું, ક્યારેય બીમાર થશો નહીં