સામાન્ય રીતે નવા વર્ષની શરુઆતમા લોકો ખરાબ આદતો છોડીને સારી આદતોને પોતાના જીવનમા ઉતારવાના સંકલ્પ લેતા હોય છે. જો તમે હજુ પણ નવા વર્ષમા કોઈ સારી આદતોને પોતાના જીવનમા ઉતારવા વિશે વિચાર્યુ નથી તો ચલો જાણીએ કેટલાક સ્વાસ્થ્ય સંબધિત સંકલ્પોને કે જેને તમે આ નવા વર્ષે લઈ શકો છો.
દરેકે વ્યકિતએ પોતાના સ્વાસ્થ્યને અન્ય કોઈપણ વસ્તુ કરતા સૌથી વધુ મહત્વ આપવુ જોઈએ. આ નવા વર્ષે તમે તમારી દિનચર્યામા કેટલીક આદતોને સામેલ કરી શકો છો જે તમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખવામા મદદ કરે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે પર્યાપ્ત માત્રમા પાણી પીવુ ખૂબ જરુરી છે. તેનાથી તમે શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. તેનાથી ચામડીની ચમક પણ વધે છે. માટે તમારે રોજ 8-10 ગ્લાસ પાણી પીવુ જોઈએ.
સ્વસ્થ જીવન જીવવા માટે તમારે રોજ કસરત કરવી જોઈએ. આ નવા વર્ષે તમે રોજ કસરત કરવાનો સંકલ્પ લઈ શકો છો. જો તમે કસરત ન કરો તો રોજ ઓછામા ઓછી 20 થી 25 મિનીટ કસરત કરવાની આદત કેળવો.
જો તમે પોતાને તણાવથી બચાવવા માંગો છો તો તણાવ લેવાથી પોતાને બચાવી રાખો. તમારે વધારે પડતા વિચારો ન કરવા જોઈએ. વધારે પડતા વિચાર કરવાથી તમારા શારિરીક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. તમે તે માટે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો.