ITC કંપનીના શેરોના ભાવ નવી વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. BSE ખાતે શેરનો ભાવ રૂપિયા 443.80 પર પહોંચ્યા છે.
કંપનીના શેરના ભાવમાં તેજીને પગલે શેર તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 5.5 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે.
કંપનીના શેરોએ એક વર્ષમાં રોકાણકારોને 70 ટકાની તેજી નોંઘાવી છે. 16મે,2022ના રોજ રૂપિયા 261 હતો,જે 26 મે,2023ના રોજ વધી રૂપિયા 440ને પાર થઈ ગયો
વર્ષ 2023 દરમિયાન કંપનીના શેરોએ રોકાણકારોને 34 ટકા જેટલુ વળતર આપ્યું છે. છ મહિનામાં શેરમાં 31 ટકાની તેજી જોવા મળી છે.