ઠંડીમા લોકો સ્વાસ્થ્ય સારુ રહે અને ફિટનેસના હેતુને ધ્યાનમા રાખી સવારમા વહેલા ચાલવા જવાનુ પસંદ કરતા હોય છે, પરંતુ કેટલીક ભૂલોના કારણે તેઓ તેનાથી મળતા ફાયદા મેળવી શકાતા નથી. ચલો જાણી કે વોક કરતા સમયે કંઈ ભૂલો ન કરવી જોઈએ.
જો તમે સવારે ચાલવા જવા માટેનો એક સમય નક્કી કરશો નહીં, તો તમારા શરીરને તે માફક આવશે નહીં. જેથી કેટલાક લોકો માત્ર 10 થી 15 મિનિટ વોક કરીને થાકનો અનુભવ કરતા હોય છે.
તમારે વોક કરતા સમયે તમારા શરીરના પોશ્ચરનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. તમારે ક્યારેય પણ ઝુકીને ન ચાલવુ જોઈએ. એવામા વોક કરતા સમયે શરીરને એકદમ સીધુ રાખો. શરીરને સીધુ રાખવાથી દુખાવા જેવી સમસ્યાથી દૂર રહી શકાય છે.
વોક કરતા સમયે હાથોને ખુલ્લા રાખો. તમારે તમારા હાથોને ખુલ્લા રાખીને વોક કરવુ જોઈએ. તેનાથી તમને વોકના પૂરા ફાયદા મળે છે.
તમારે વોક કરતા સમયે ઉંચી જગ્યા પર ચડવુ જોઈએ. તેનાથી તમારા શરીરને વધારે મહેનત કરવી પડશે અને તેના ફાયદા પણ વધારે મળશે. તેના કારણે પગ અને સ્નાયુ બન્ને પર ભાર આવશે.
વોક કરતા સમયે પોતાને હાઈડ્રેટ રાખો. તેના કારણે થાક અને કમજોરીનો અનુભવ થતો નથી. જો તમે વોક કરતા સમયે શરીરને હાઈડ્રેટ રાખતા નથી તો સમસ્યા થઈ શકે છે.