ખરાબ ખાવાપીવાની આદતો અને વધતા પ્રદૂષણના કારણે હાર્ટને સૌથી વધારે નુકસાન પહોંચે છે. એવામા જો તમે હાર્ટને સ્વસ્થ રાખવા માંગો છો તો તમે કેટલાક કામો કરી શકો છો.
આજના ભાગદોડ ભરેલા જીવનમા વ્યક્તિ કોઈના કોઈ કારણોસર તણાવનો અનુભવ કરે છે. વધારે પડતો તણાવ લેવાથી હાર્ટને ખૂબ જ નુકસાન પહોંચે છે. જેથી હાર્ટને સ્વસ્થ રાખવાની પ્રથમ શરત એ છે કે કોઈ પણ પ્રકારનો તણાવ ન લો.
હાર્ટને સ્વસ્થ રાખવા માટે શરીરના વજનને નિયંત્રણમા રાખવુ જરુરી છે. મેદસ્વિતા હાર્ટ સંબધિત સમસ્યાઓના જોખમને અનેકગણુ વધારે છે. તમે વજનને નિયંત્રણમા રાખવા માટે રોજ કસરત કરી શકો છો.
હાર્ટને સ્વસ્થ રાખવા માંગો છો તો યોગ કરો. યોગ કરવાથી હાઈબ્લડપ્રેશરના લેવલને નિયંત્રણમા રાખી શકાય છે.
હાર્ટને સ્વસ્થ રાખવા માટે તમે તમારા ડાયટમા ફાઈબરયુક્ત આહારને સામેલ કરો. તેના માટે વધારે સલાડ અને ફળોનુ સેવન કરો.
જંક ફૂડનુ વધારે પ્રમાણમા સેવન શરીરમા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધારે છે. હાર્ટને સુરક્ષિત રાખવા માંગો છો તો જંક ફૂડના સેવનથી બચો.