ડિજિટલ યુગમાં ચાનું પેમેન્ટ કરવાથી લઈને બિલ ભરવા સુધી આપણે ઓનલાઇન પેમેન્ટ અને એપ્સનો ઉપયોગ કરીએ છીએ.
પરંતુ Google Pay અથવા PhonePeનો ઉપયોગ કરતા હોવ તો, તમારે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ.
તમારા Google Pay એકાઉન્ટને એક મજબૂત પાસવર્ડથી સુરક્ષિત રાખો અને જો શક્ય હોય તો ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન (2FA) નો ઉપયોગ કરો.
માત્ર સુરક્ષિત અને વિશ્વસનીય Wi-Fi નેટવર્ક પર જ લેવડ-દેવડ કરો. જાહેર Wi-Fiથી દૂર રહો,કારણ કે તે તમારી માહિતી લીક કરી શકે છે.
હમેશા Google Payની ઓન્થેટીક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઉપયોગ કરો. કોઈ પણ અજાણ્યા સોર્સ વાળી એપ્લિકેશનથી બચવું. ચેમજ તમારો ફોન અને Google Pay એપ હંમેશા અપડેટ રાખો.
માત્ર વિશ્વીકસનીય બેંકો અને કાર્ડ કંપનીઓ સાથે જ તમારું Google Pay એકાઉન્ટ લિંક કરો.
તમારા લેવડ-દેવડને ચેક કરો અને એકાઉન્ટમાં કઈ ખામી વર્તાય તો જે તે બેંકને જાણ કરો. પેમેન્ટ કરતા પહેલા નામ અને રકમ સારી રીતે ચેક કરો.
Google Pay એપ્લિકેશન ફોનમાં છે. તો તમારા સ્માર્ટફોનની સ્ક્રીનને પાસવર્ડથી લોક રાખો, જેથી તમારો ફોન કોઈના હાથમાં આવે તો તમારી કમાઈ સુરક્ષિત રહે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.