મોટાભાગના લોકો વ્યવસાયિક ઉપયોગ માટે WhatsAppનો ઉપયોગ કરવાની સાથે પોતાની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માંગે છે.
વોટ્સએપ પર સ્ટેટસ અને ડીપી બંને એવી વસ્તુઓ છે જે આપણને કોઈને બતાવવાનું પસંદ નથી.
આજે અમે તમને WhatsApp ના સેટિંગ્સથી જ કેટલીક ટ્રિક્સ જણાવીશું. જેનાથી તમે તમારા મનપસંદ લોકોને જ તમારું ડીપી બતાવી શકશો.
સૌ પ્રથમ વોટ્સએપ સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ પર ક્લિક કરો અને પછી પ્રાઈવસી પર ક્લિક કરો.
હવે પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો અને પછી WhatsApp પર ડિફોલ્ટ સેટિંગ્સ પર ક્લિક કરો, આ સેટિંગ્સમાં દરેકને તમારો પ્રોફાઇલ ફોટો જોવાની છૂટ છે.
જો તમારે તમારો ફોટો ફક્ત તમારો નંબર સેવ કર્યો હોય એ લોકોને દેખાડવો હોય તો આ સેટિંગને માય કોન્ટેક્ટનું ઓપ્શન સિલેક્ટ કરી લો.
આ ફીચર ખૂબ જ અદ્ભુત સાબિત થાય છે અને યુઝર્સ પણ તેને પસંદ કરે છે. તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
વોટ્સએપ પર આ પહેલા આવું કોઈ ફીચર જોવા નહોતું મળતું. પરંતુ આ ફીચર પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ ફીચર અમલમાં મુકવામાં આવ્યું.
ટેકનોલોજી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.