તંદુરસ્ત રહેવા માટે આ વસ્તુઓનું બિલકુલ સેવન ન કરતા


By Jivan Kapuriya23, Jul 2023 04:41 PMgujaratijagran.com

જીવનશૈલી

તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવા માટે તમારે પહેલા અમુક વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. આ સાથે વાસી ખોરક ખાવાનું પણ ટાળવું પડશે.

વાસી ઈંડા

જો કે ઈંડાને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે,પરંતુ વાસી ઈંડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકરક સાબિત થઈ શકે છે.

તેલયુક્ત ખોરાક

બદલાતી જીવનશૈલીના કારણે લોકો ફાસ્ટ અને ઓઈલી ફુડ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે.ઘણા લોકો આ પ્રકારનો ખોરાક પેક કરીને બીજા દિવસે સવારે ખાય છે. પરંતુ વાસી તેલયુક્ત ખોરાકનું સેવન યોગ્ય નથી.

બાફેલા બટાકા

બાફેલા બટાકા ખાવાનું દરેક લોકોને પસંદ હોય છે. કેટલાક લોકો બચેલા બટાકાને ફ્રીજમાં રાખીને ખાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.બાફેલા બટાકાને લાંબા સમય સુધી રાખવાથા તેમાં રહેલું ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ સડી જાય છે.

સોડિયમ અને ખાંડની વસ્તુઓ ઓછી ખાવ

તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવા માટે તે જરૂરી છે કે શુદ્ધ ખાંડ, સોડિયમ અને ખાંડવાળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.જો શક્ય હોય તો આ પ્રકારના ખોરાકને બંધ જ કરવો જોઈએ.

પ્રોસેસ્ડ ફુડ અને રિફાઈન્ડ કાર્બ્સ

તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન ન કરવું જોઈએ.તેમજ જંક ફૂડ અને પેક્ડ ફૂડનું સેવન ઓછું રાખવું જોઈએ.

મટન ઓછું ખાવ

કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મટનનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મટન વગર તમે તમારા આહારમાં જરૂરી પોષક તત્વો મેળવી શકો છો.

આ ફાયદા થશે

આ બધી બાબાતોનું ધ્યાન રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા શરીરને ખાવાથી થતી કોઈપણ બીમારીનો સામનો કરવો નહીં પડે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

ચહેરા પરથી કરચલી દૂર કરવા માટે અપનાવો આ આસાન ઉપાય, એક રાતમાં દેખાશે ફરક