જો તમે તમારા બોડીને ટોન્ડ અને ફીટ બનાવવા માટે કોઈ અસરકારક ડાયેટ શોધી રહ્યા હોવ તો આ ડાયેટ પ્લાન ફોલો કરી શકો છો. બોલિવુડની અભિનેત્રી નેહા શર્મા તેમનો આ ડાયેટ પ્લાન શેર કર્યો છે જેનાથી તમે પ્રેરણા લઈ શકો છો
ઈન્ટમીંટન્ટ ફાસ્ટીગમાં નેહા દરરોજ 16-18 કલાક તૂટક ઉપવાસ કરે છે, જેનાથી મેટાબોલીઝમ સુધરે અને ઊર્જાનો સંચાર થાય છે. નેહા બ્લેક કોફી સાથે ઉપવાસ તોડે છે
નેહા શર્મા બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચેના સમયમા તેનું પ્રથમ ભોજન કરે છે. તે બ્રંચમા પોષકતત્વોથી ભરપૂર એવોકાડો, મશરૂમ્સ સાથે ઇંડા અને એક ગ્લાસ નારંગીનો રસ સાથે પાલક ખાય છે.
હાઇડ્રેટેશનને નેહા ઘણું પ્રાધાન્ય આપે છે, શરીરને સારી રીતે કાર્ય કરવા માટે પાણીની પૂરતી માત્રા જરૂરી છે. આ માટે નેહા દિવસભર પુષ્કળ પાણી પીવે છે
નેહા શર્મા ડીનરમાં કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનયુકત બેલેન્સડ ડાયેટ લેવાનું પસંદ કરે છે . અને રાત્રે સમયસર જમી લે છે. અને મસલ્સના સારા સ્વાસ્થ્ય માટે તે સલાડ, સૂપ, ચિકન અથવા ફ્રાઈડ માછલી ખાય છે.
નેહા મધ્ય રાત્રિ એ જો ભૂખ લાગે તો તેના મનપસંદ ફળ સાથે દહીં ખાવાનું પસંદ કરે છે
બોલિવુડ ફેશનિસ્ટા તેના સ્વાસ્થ્યને ગંભીરતાથી લે છે અને ખાંડ અને મીઠાના સેવન પર નિયંત્રણ રાખે છે
નેહા શર્માના તેનો આ ડાયેટ પ્લાન Mensxp.com પરથી મેળવવામાં આવી હતી.