શરીરનું વજન વધવા લાગે ત્યારે સૌ પ્રથમ પેટની ચરબી વધવા લાગે છે. પેટ પરની ચરબી શરીરને બેડોળ બનાવી તમારા શરીરનો દેખાવ ખરાબ કરે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન હોવ તો આ વર્કઆઉટ ચેલેન્જ અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો
પેટની ચરબી ઘટાડવા માટે તમારે ડાયેટ પર ખાસ ધ્યાન આપવું પડે છે. આ માટે તમારા ડાયેટમાં ફાઈબરથી ભરપૂર ફળો, શાકભાજી, આખા અનાજનો સમાવેશ કરો
કેલરીને ઓછી કરવા માટે, ભોજન કરતી વખતે નાની પ્લેટોનો ઉપયોગ કરો, આનાથી તમે યોગ્ય માત્રામાં પ્રોટીન, ફાઇબર અને તંદુરસ્ત ચરબીનુ સેવન કરી શકો છો
ખોરાકમાં ફાઇબરની પૂરતી માત્રા વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારા ડાયેટમાં સફરજન, બેરી અને ઓટ્સનો સમાવેશ કરો.
કાર્ડિયોવેસ્ક્યુલર કસરતો કેલરી બર્ન કરવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. આ કસરતમાં તમે ડાન્સ, સાયકલિંગ, જોગિંગ અને સ્વિમિંગ કરી શકો છો
કાર્ડિયોવેસ્ક્યુલર કસરતો કેલરી બર્ન કરવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. આ કસરતમાં તમે ડાન્સ, સાયકલિંગ, જોગિંગ અને સ્વિમિંગ કરી શકો છો
સ્નાયુઓને મજબૂત બનાવવા માટે હેવી એક્સરસાઈઝની પણ જરૂર છે આ માટે તમે કેટલીક સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેવી કે રશિયન ટ્વિસ્ટ, ક્રન્ચ અને લેગ પ્રેસ જેવી કસરત કરી શકો છો
ઊંઘનો અભાવ હોર્મોનલ ઈમ્બેલન્સ કરે છે, અને વજન વધારવાને પ્રોત્સાહન આપે છે. માટે દરરોજ રાત્રે 7-9 કલાકની ઊંઘ લેવાનું રાખો જેથી શરીરને પૂરતો આરામ મળી રહે