આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અખરોટ, ઘરમાં લાવતા પહેલા એકવખત જરૂર વાંચો


By Sanket M Parekh27, Aug 2023 02:39 PMgujaratijagran.com

અખરોટ

અખરોટમાં વિટામિન, ફાઈબર, મેગ્નેશિયમ અને એન્ટીઑક્સીડેન્ટ, વિટામિન ઈ જેવા તત્વો મળી આવે છે. જે ઈમ્યુનિટી અને મેમરી વધારવામાં મદદગાર મનાય છે.

પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન

અખરોટને પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનનો સારો સોર્સ મનાય છે. અખરોટને ખાવાથી પ્રોટીનની કમી દૂર કરી શકાય છે.

નુક્સાન

એવું કહેવાય છે કે, દરેક વસ્તુના ફાયદા હોવાની સાથે નુક્સાન પણ હોય જ છે. કોઈ પણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.

મોટાપો

અખરોટમાં ભરપુર ફાઈબર અને કેલરી હોય છે, જે વજન વધવાનું કારણ બની શકે છે.

પાચન

જો તમને પાચન સબંધી સમસ્યા હોય, તો અખરોટનું સેવન ના કરવું જોઈએ. કારણ કે અખરોટમાં મળી આવતું ફાઈબર તમારી સમસ્યાને વધારી શકે છે.

ડાયેરિયા

અખરોટમાં એવા અનેક તત્વો મળી આવે છે, જે ડાયેરિયાની સમસ્યા ઉભી કરી શકે છે. અખરોટનું વધારે પડતુ સેવન ડાયેરિયાનું કારણ બની શકે છે.

અલ્સર

અખરોટનું વધારે સેવન અલ્સરના દર્દીઓ માટે હાનિકારક નીવડી શકે છે. વધારે પ્રમાણમાં અખરોટ ખાવાથી પેટમાં ગરમી વધી જાય છે, જેના કારણે અલ્સરની સમસ્યા વકરી શકે છે.

અસ્થમા

જો તમે અસ્થમાના દર્દી હોવ, તો ભૂલથી પણ અખરોટનું સેવન ના કરશો. અખરોટનું વધારે સેવન અસ્થમાની સમસ્યા વધારી શકે છે.

એલર્જી

અખરોટનો વધારે ઉપયોગ એલર્જીની સમસ્યા ઉભી કરી શકે છે. જો કોઈને અખરોટથી એલર્જી હોય, તો તેમણે અખરોટનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

અજમાથી આ અદ્ભુત ફાયદા થાય છે, આવો જાણીએ કેવી રીતે સેવન કરવું જોઈએ