અજમાનો ઉપયોગ આપણે ઘરે ઘણી રીતે કરીએ છીએ, તેનો ઘરેલું ઉપયાર તરીકે પણ થાય છે.તેમાં ફાઇબર,એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા ઔષધિય ગુણો જોવા મળે છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.
અજવાઈન ગેસ,પેટમાં દુખાવો,પેટમાં બળતરા અને પેટમાં બારેપણું જેવી સમસ્યાઓથી રાહત આપે છે. આ સિવાય તે દરેક ગસોડામાં સરળતાથી મળી રહે છે.
અજવાઇનમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગસ ગુણધર્મો છે. તેનું સેવન કરવાથી ગેસ,પેટનું ફુલવું,તણાવની સમસ્યા દૂર થાય છે.
અજવાઇનમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે મોં અને દાંત સ્વસ્થ રહે છે. તેમાં રહેલ એન્ટી કેરીયોજેનિક ગુણો મોઢામાં બેક્ટેરિયાને વધતા અટકાવે છે.
ઘણીવાર શિયાળામાં હાડકાના સાંધામાં દુખાવો થાય છે, તેનાથી બચવા માટે રાત્રે જમ્યા પછી એખ ચમચી અજવાઇન ખાવાથી દુખાવામાં રાહત મળે છે.
જો કોઈ વ્યક્તિને સારી ઊંઘ નથી આવતી તો અજવાઇન ખાવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.આ માટે રાત્રિભોજન પછી ગરમ પાણી સાથે અજવાઇન પીવો અથવા ચાવવું.
અજવાઇનમાં જોવા મળતા ગેસ્ટ્રિક એન્ઝાઇમ્સ આપણી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ કબજિયાત,એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
અજવાઇન વજન ઘટાડવામાં કારગર સાબિત થઈ શકે છે. સવારે ખાલી પેટ અજમાં વાળું પાણી પીવાથી સ્થૂળતામાં ઘટાડો થઈ શકે છે.
અજવાઇનના નાના નાના બીજમાં ઘણા ઔષધિય ગુણો મળી આવે છે,જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.