દરરોજ બે લવિંગ ખાવાથી 8 બીમારી દૂર થાય છે, જાણી લો જલ્દી


By Jivan Kapuriya27, Aug 2023 12:14 PMgujaratijagran.com

જાણો

લવિંગનો ઉપયોગ ઘણીવસ્તુઓમાં થાય છે,આ મસાલામાં ઘણા ઔષધિય ગુણો મળે છે.તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે, આવો જાણીએ રોજ ખાલી પેટે 2 લવિંગ ખાવાના ફાયદાઓ વિશે.

મોઢાની દૂર્ગંધ દૂર કરે

લવિંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, તેથી દરરોજ સવારે ખાલી પેટે 2 લવિંગનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

બદલાતી ઋતુ ચોમાસામાં શરદી,ઉધરસ જેવી કેટલીક બીમારીઓથી બચવા માટે તમે રોજ ખાલી પેટે 2 લવિંગનું સેવન કરી શકો છો.

પાચનક્રિયા સુધારે

રોજ સવારે ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી પેટને લગતી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે, તે કબજિયાત,એસિડિટી,અપચો અને પેટના અલ્સરમાં રાહત આપે છે.

વજન ઘટાડે

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમે સવારે ખાલી પેટે લુવિંગનું સેવન કરવાથી મેડાબોલિઝમ વધશે જે તમારા વજનને ઘટાડવામાં મદદ કરશે.

દાંતનો દુખાવો

લવિંગને દાંતના દુખાવાને મટાડવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.તેમાં યુજેનોલ નામનું દર્દ નિવારક પદાર્થ હોય છે.

સાઇનસમાં રાહત

લવિંગમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે સાઇનસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

લીવર માટે ફાયદાકારક

રોજ ખાલી પેટ લવિંગનું સેલન કરવાથી લીવર સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે. તેના ઉપયોગથી લીવર ડિટોક્સિફાય થાય છે.

વાંચતા રહો

તમારા હેલ્થ એક્સપર્ટની સલાહ પછી જ લવિંગને ડાયટમાં સામેલ કરો,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વજન ઘટાડવા માટે આ હર્બલ ટી પીવો