બટાકામાં કાર્બોહાઈડ્રટ, પ્રોટીન, ગ્લુકોઝઅને એમિનો એસિડ જેવા ગુણો ભરપૂર માત્રામાં હોય છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે, પણ કેટલાક લોકો માટે આનું સેવન હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કયા લોકો માટે બટાકા ખાવા હાનિકારક છે.
જે લોકોને એસિડીટીની સમસ્યા રહેતી હોય તેમને બટાકાનું સેવન કરવાથી બચવું જોઈએ, આના રોજ સેવન કરવાથી બ્લોટીંગની સમસ્યા થઈ શકે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ બટાકાનું સેવન ના કરવું જોઈએ આના સેવનથી બ્લડ પ્રેશર વધી શકે છે.
ટાઈપ-2 ડાયાબીટીઝ અને હાઈ બ્લડ સુગરથી પીડાતા લોકોને બટાકાનું સેવન ના કરવું જોઈએ. બટાકામાં ગ્લાઈસેમિક ઈન્ડેકસ પણ હાઈ હોય છે અને બટાકા ખાવાથી શરીરમાં બ્લડ સુગર એટલે કે ગ્લૂકોઝની માત્રા વધે છે.
જો તમે વજન વધારાની સમસ્યાથી તમે પરેશાન હોવ તો તમારે બટાકાથી દૂર રહેવું જોઈએ. આમાં મોટી માત્રામાં કાર્બ્સ હોય છે જે વજનમા વધારો કરે છે અને બીજી બીમારીઓ લાવે છે.
જો તમે હ્રદય રોગની બીમારીથી પીડાતા હોવ અને દવા લઈ રહ્યા હોવ તો બટાકા ખાવા તમારી માટે હિતાવહ નથી. આના લીધે લોહીમાં પોટેશિયમનું સ્તર વધી શકે છે. બીટા બ્લોકર્સ લેતી વખતે બટાકા જેવા હાઈ પોટેશિયમ વાળા ખાધ્ય પદાર્થોનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
બટાકામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, શરીરમા પોટેશિયમનું ઉચ્ચુ પ્રમાણ કીડનીની બીમારીયો અને કીડની ફેઈલરની સમસ્યા વાળા લોકોમા માટે હાનિકારક છે