અજમાના પાનનો રસ પીવાના ફાયદા


By Vanraj Dabhi12, Feb 2024 02:47 PMgujaratijagran.com

અજમાનું જ્યુસ

અજમો અનેક ગુણોથી ભરપૂર છે. તેના પાંદડા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.આવો જાણીએ અજમાના પાનનો રસ પીવાથી શરીરને મળતા ફાયદા વિશે.

પાચન સુધારે

અજમાના પાનનો રસ પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે.

એસિડિટી અને કબજિયાતથી રાહત

અજમાના પાંદડા પેટમાં પાચન ઉત્સેચકોને વધારવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

અજમાના પાંદડાનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.

સાંધાના દુખાવાથી રાહત

અજમાના પાનનો રસ પીવાથી સાંધાના દુખાવા અને સોજાથી રાહત અપાવે છે.

વજન ઘટાડે

અજમાના પાનનો રસ પીવાથી મેટાબોલિઝમ વધે છે.જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આંખો માટે સારું

અજમાના પાનના રસમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે.તેનું સેવન કરવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

આ રીતે સેવન કરો

અજમાના પાનને ધોઈને મિક્સરમાં પીસી લો અને પછી તેના રસને એક કપમાં ગાળી લો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ ઉમેરીને તમે તે રોજ સવારે ખાલી પેટ પી શકો છો.

વાંચતા રહો

જો તમને શરીર સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ અજમાનો જ્યૂસ પીવો.આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ બ્રશ કરવા છતા પણ દાંતની પીળાશ દૂર ન થાય તો શું કરવું? જાણો