નીમ કરોલી બાબા દેશમાં જ નહીં વિદેશોમાં પણ પ્રખ્યાત છે. માર્ક ઝૂકરબર્ગ, સ્ટીવ જૉબ્સ અને વિરાટ કોહલી પણ તેમના ભક્ત છે
નીમ કરોલી બાબા અનુસાર ધનિક વ્યક્તિ તે હોય છે, જે ધનની ઉપયોગિતા સમજે છે
નીમ કરોલી બાબાનું કહેવું છે કે, પૈસાનો ઉપયોગ કોઈની મદદ માટે કરવો જોઈએ
નીમ કરોલી બાબા અનુસાર, વ્યક્તિને માત્ર ધન કમાવવાની નહીં, પરંતુ ખર્ચ કરવાની આવડત પણ આવડવી જોઈએ
બાબા નીમ કરોલી અનુસાર, ભગવાન પ્રત્યે આસ્થા ધરાવનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી હોતો
નીમ કરોલી બાબા અનુસાર, ક્યારેય કોઈની સાથે અન્યાય ના કરવો જોઈએ. જો સચ્ચાઈના માર્ગે ચાલશો, તો ભગવાન તમને કાયમ સાથ આપશે
નીમ કરોલી બાબાએ કહ્યું છે કે, જે લોકો કોઈ સ્વાર્થ વિના કોઈની મદદ કરે છે, તેમને ભગવાન જરૂર ફળ આપે છે. સેવાના વખાણ ના કરવા જોઈએ.