વાસ્તુ શાસ્ત્રના આ ભાગમાં આજે આપણે જાણીશું કે વ્યક્તિએ કંઇ કંઇ વસ્તુઓ વગર પૈસા અથવા તો મફત ના લેવી જોઇએ. આમ કરવાથી વ્યક્તિને આર્થિક તંગી આવી શકે છે.
મીઠાંનો સંબંધ શનિ દેવ સાથે છે. મફતમાં આ લેવાથી આર્થિક સમસ્યા પેદા થાય છે. મીઠાંના બદલામાં તમે વ્યક્તિને બીજી કોઇ વસ્તુઓ આપી શકો.
કોઇ બીજી વ્યક્તિનો રૂમાલ ઉપયોગ ના કરવો. મફતમાં રૂમાલ લેવાથી અને તેનો ઉપયોગ કરવાથી સંબંધો ખરાબ થવા લાગે છે.
વ્યક્તિએ કોઇ પણ બીનવારસી લોખંડની વસ્તુઓ ઘરે ના લેવી જોઇએ. લોખંડ શનિ દેવ સાથે સંબંધ ધરાવે છે. મફતમાં મળેલા લોખંડથી જલદી છુટકારો મેળવી લેવો જોઇએ.
વ્યક્તિએ મફતમાં અથવા તો બીનવારસી પડેલી સોયનો ઉપયોગ કોઇ પણ હાલતમાં ના કરવો જોઇએ.આવું કરવાથી નકારાત્મકતાનો પ્રભાવ વધે છે, અને ઘરમાં પારિવારિક સંબંધોમાં પણ ખટાસ પેદા થાય છે.