યુરીક એસિડ રહેશે નિયંત્રણમા, આ રીતે કરો લીમડાના પત્તાનુ સેવન


By Prince Solanki01, Jan 2024 12:04 PMgujaratijagran.com

લીમડાના પત્તા

લોકોની અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાપીવાની આદતોના કારણે શરીરમા યુરીક અસિડની સમસ્યા જોવા મળે છે. ચલો જાણીએ કે યુરીક એસિડની સમસ્યાને નિયંત્રણ કરવા માટે તમે લીમડાના પત્તાનો ઉપયોગ કંઈ રીતે કરી શકો?

કિડનીની સમસ્યા

આજના સમયમા લોકો કિડનીની સમસ્યાથી પીડાતા હોય છે. એવામા આ સમસ્યા માટે લીમડાના પત્તા રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

પ્યૂરીન નામનુ પ્રોટીન બનવુ

જ્યારે શરીરમા પ્યૂરીન નામનુ એસિડ વધારે માત્રામા બનવા લાગે છે ત્યારે યુરીક એસિડની સમસ્યા થવા લાગે છે. તેના કારણે ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

લીમડાના પત્તા

લીમડામા ઘણા પ્રકારના ઔષધિય ગુણ મળી આવે છે. તેમા પ્રોટીન, વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કાબ્રોહાઈડ્રેટ મળી આવે છે.

લોહીને સાફ કરવામા મદદ

લીમડાના પત્તા યુરીક એસિડને નિયંત્રણ કરવામા મદદ કરે છે. તે લોહીને સાફ કરવામા મહત્વની ભૂમિકા ભજવે છે.

સોજાને ઓછો કરે

લીમડાના પત્તામા મળી આવતા એંટી ઈફ્લેમેટરી ગુણ યુરીક એસિડના કારણે આવેલા સોજા અને દુખાવામા રાહત આપે છે.

લીમડાનો કાવો પીવો

લીમડાના થોડા પત્તા લઈને તેને 1-2 ગ્લાસ પાણીમા ગરમ કરો. ત્યારબાદ તે પાણીને પીઓ. તેનાથી યુરીક એસિડ કંટ્રોલ કરે.

લીમડાની ગોળીઓ

શરીરમા યુરીક એસિડને કંટ્રોલ કરવા માટે લીમડાની ગોળીઓ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી યુરિક એસિડને કંટ્રોલમા રાખી શકાય છે.

લીમડાની ચટણીનુ સેવન

એક મુઠ્ઠી લીમડાના પત્તાને પાણીથી ધોઈને પીસી લો. તમે તેમા કાળુ મીઠુ પણ ઉમેરી શકો છો. લીમડાની ચટણીનુ રોજ સેવન કરવાથી શરીરમા યુરીક એસિડ નિયંત્રણમા રહે છે.

ફુલાવરના પાન ખાવાથી આ સ્વાસ્થ્ય લાભો મળે છે, જાણી લો