ખૂબ જ ખાસ છે આ નીલકુરિંજી ફૂલ, એક વખત કરમાય તો પછી 12 વર્ષ બાદ ખીલશે
By Sanket M Parekh
2023-05-18, 16:39 IST
gujaratijagran.com
ક્યાં મળે છે આ ફૂલ
આ ફૂલ કેરળના ઈડુક્કી જિલ્લામાં ખીલે છે. આ ફૂલ દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને તમિલનાડુના જંગલોની પ્રાકૃતિક સુંદરતાને વધારે છે.
નીલકુરિંજીની પ્રજાતિ
નીલકુરુંજીના ફૂલોની સૌથી વધુ 46 પ્રજાતિઓ કેરળમાં મળી આવે છે. અહીં એક પર્વતશ્રેણી છે, જેને નીલગિરીનું નામ આપવામાં આવ્યું છે.
કેરળમાં ક્યારે ખીલ્યુ આ ફૂલ
કેરળમાં આ ફૂલ 2006 બાદ 2018માં ખીલ્યું હતુ. અહીના એરાવિકુલમ નેશનલ પાર્કમાં નીલ કુરુંજી ફૂલને દેખવા માટે તે સમયે 8 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા.
ઉત્તરાખંડમાં પણ આ ફૂલ
આ ફૂલ ઉત્તરાખંડના પર્વતો પર પણ ખીલે છે. આ ફૂલ પર્વતની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. ઉત્તરાખંડમાં આ ફૂલ 2007 બાદ 2019માં ખીલ્યું છે.
ક્યા મહિનામાં ફૂલ ખીલે છે
આ ફૂલ ઓગસ્ટ મહિનાથી ખીલવાનું શરૂ થાય છે અને ઑક્ટોબર સુધી આવા જ રહે છે. જેને દેખવા માટે સહેલાણીઓ ઉત્તરાખંડ અને કેરળ જાય છે.
ગાયબ થઈ રહી છે નીલકુરિંજી
આ ફૂલનો સીધો સબંધ વનસ્પતિ સાથે છે. સમગ્ર વિશ્વમાં તેની 20 વેરાઈટી મળી આવી છે. ભારતમાં આ ફૂલ ઝડપથી વિલુપ્ત થઈ રહ્યાં છે.
કાળા પડી ગયેલા સોનાના દાગીનાને મિનિટોમાં ચમકાવો, સાફ કરવા અપનાવો આ જબરદસ્ત ટ્રિક
Explore More