નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં નવરાત્રિની ખરીદી ચાલુ થઈ ગઈ છે. જો તમે પણ ચણિયા ચોળી ખરીદવાનું વિચારી રહ્યા છો , તો અમે તમારા માટે એવી કેટલીક લેટેસ્ટ ડિઝાઈનો લઈને આવ્યા છીએ, જે હાલ ટ્રેન્ડમાં છે.
મલ્ટીકલર ચણિયા ચોળી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં અનેક રંગોનો ઉપયોગ થાય છે જે આ ફેસ્ટિવલને વધુ ખાસ બનાવે છે. મલ્ટીકલર ચણિયા ચોળી દરેક લુક પર સારી લાગે છે.
મિરર વર્ક ચણિયા ચોળી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તે પરંપરાગત હોવા છતાં ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. મિરર વર્કની ખાસિયત એ છે કે તે તમને કોઈપણ પ્રકાશમાં ચમકદાર બનાવે છે, જે ગરબા નાઈટ માટે યોગ્ય છે.
બનારસી સિલ્કથી બનેલી ચણિયા ચોલી એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ ચણિયા ચોલી તમને પરંપરાગત દેખાવ સાથે રાજવીપણાનો અહેસાસ પણ કરાવશે.
ફ્લોરલ પ્રિન્ટવાળી ડિઝાઈન તમે પસંદ કરી શકો છો. આ ચણિયા ચોળી તમને ફ્રેશ અને તાજગીભર્યો લુક આપે છે અને ગરબા રમતી વખતે પણ કમ્ફર્ટ ફિલ આપે છે.
જો તમને ઘેરદાર ચણિયા ચોળી પહેરવાનો શોખ હોય તો આ ઘેરદાર ડિઝાઈન તમારા માટે છે. ગરબા રમતી વખતે આ ઘેરદાર ચણિયા ચોળી કંઈક અલગ જ લાગે છે.
લાઇફસ્ટાઇલ સંબંધિત સ્ટોરીઓ વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.